"ચા અને તું"
➖️➖️➖️➖️
ચા,પીતા જ તારી યાદ આવે.
યાદ આવતાં જ ઘા લાવે.
એ રુંઝાયેલો તાજો થવા લાગે.
ને દિલ ને એવો વાગે,
ગરમ ચા રહે ત્યાં જ,
ને વરાળ કાઢતું દિલ,
ધડકન ને બાળી નાખે.
ચા.., સવાર-સાંજ સ્મૃતિને સળગાવે.
સળગતી સ્મૃતિ સંબંધ ને બાળે.
મૃત્યુ પહેલાં એ જિંદગી ની કબર ગાળે.
ચા.., પીતા જ તારી યાદ આવે.
✍️ જાની.જયા.એચ.તળાજા. "જીયા"