અનન્ય છે તારું રૂપ,શોભે છે તારા એ રૂપમાં,
રંગ અદ્દલ બેસી જાય છે, તારા એ અંગ માં,
.અનન્ય છે તારાએ રૂપ ને નિરખવું,
રૂપ ને નીરખી ને તારા પ્રેમ માં પડવું,
બે કાબુ બની જાય છે મારું આ દિલ.
અનન્ય, અજોડ છે તારી એ અણિયારી આંખો,
મનને ઘાયલ કરે છે પલ માં.
અનન્ય છે તારા એ ગાલ નું બેસવું,
તારા એ મુખ ઉપર,શોભાવે છે એ અંગ ને.
તારું રૂપ છે સોહામણું,
પલ માં બનાવે છે પાગલ.
જન્મો જન્મ નો નાતો છે, તારો ને મારો,
બની જાઉં છું તારા માં ભાવ વિભોર .
,અનન્ય છે એ તારી વાંસળી,
બિન બજાયે મન ને ઘાયલ કરે છે.
અજોડ ગતિ ની ઝાંખી અપાવે છે,
,તારી વાંસળી નો સુર ,જાણે મારા અંતર ને,
સુમધુર ના ગીત મહેકાવે છે,
અને મન ને મોહક બનાવે છે.
અનન્ય છે તારી યાદો,
યાદો માં રહી ને પણ કરું છું તારું સ્મરણ.
સરી જાઉં છું, અનન્ય અંતર ના ઊંડાણ માં.
અનન્ય છે તારા ભક્તોની ભક્તિ,
અનન્ય બનીને આવ ધરા પર ,
તારા ભક્તોની ભક્તિ ને નિહાળવા.
🌷 જય શ્રી ક્રિષ્ન🌷
✍️માહી.