ચંદ્રમાં વિનાની રાત
અંધારી રાત ની મધુર રાત્રિ,
આકાશ પણ જાણે શ્વેત,
વરસાદ ની ખુશ્બૂ ભરી રાત,
તોય આખાશ માં એકેય વાદળી નઈ.
ચંદ્રમાનું તો આગમન જ ક્યાંથી
એતો નવવધૂ પેઠે ઘૂંઘટ ભીતર સમાંણો,
આકાશમાં તો બસ તારાઓ જ
એ પણ કંઈ આગિયાની માફક ટમટમતા,
આવી રાત્રિ માં નાં ચંદ્રમાં, નાં વાદળી,
ખુલ્લા ગગન સમીપે શ્વેત વિહગ ફરકતું.
શાંત ઝરુખે કાળ સમીપે ઠળતી રાત્રિમાં,
આકાશે બ્રહ્માસ્ત્ર પેઠે ખરતો તારો નજરે ચડ્યો,
એ જોઈ પૂર્વજ કિદી વાત તાજી થઈ,
બંધ નયને વિશ માગે પુરી થાય,
ત્યાંતો મુજ મુખે મધુર સ્મિથ પ્રસર્યું,
ને વિચાર સાથે પ્રશ્ન થયો કોનાં માટે માંગુ!!