#રોમાંચક
તારા હોવાથી વાલમ હૈયાને હેમ છે ,
ને દિલને આઠમી અજાયબીનો વ્હેમ છે !!
આદરમાં તારા અટવાયા મારા આઠે પ્રહર,
જાણવા માતર કે કેસરિયા તું હેમ ખેમ છે !!
આડશના કાટમાળ આઘા ખસેડીને જોઊં,
#રોમાંચ તારી રાહનો.. નઝારો કઈ એમ છે !!
શબદ સરેને થોડા અટવાય લાલ લુલીમાં,
થીજ્યાતા જે થડકારા તે હજુ એમનેમ છે !!
આવ ! કે ચાતક કોરું ધાકોર પડ્યું છે પંડમાં,
વિરહમાં તારા ધણિયાણી તારી જેમ તેમ છે!!
કૃતિ રાવલ