#રોમાંચક લાગે છે બધુ પ્રથમ પ્રેમમાં પડ્યા પછી,
એ કડવી યાદો બની જાય વચ્ચે જગત નડ્યા પછી.
આજેય હ્રદયનો એ ખુણો સાવ ખાલીખમ છે,
કોઈ વસી ના સક્યું એમાં તારા અડ્યા પછી.
આખી જીંદગી જેમણે એક ફૂલછોડેય નતો વાવ્યો,
ફૂલના ઢગલા કરવા પડ્યા એમની લાશ સડ્યા પછી.
સાગરમંથન કરવું પડે અમ્રૃત પામવા કોણે કહ્યું,
મીરા અમર થઇ ગઈ વિષનો તોડ જડ્યા પછી.
દુનિયા જેવી છે તેવી સાફ સાફ દેખાવા લાગી,
આંખોનુ તેજ વધી ગયું થોડું રડ્યા પછી.
- "લિહાજ"