#આભારી #🙏🙏🙏🙏🙏
🌷 હે ક્રિષ્ન હું તારી સદા આભારી રહીશ, મારા અંતિમ શ્વાસ સુધી તારી આભારી રહીશ, કે તે મને આ ધરતી ઉપર જન્મ આપીને એક જીવન જીવવાનો મોકો આપ્યો.અને જીવન જીવવાની શક્તિ આપી,
જીવનનું શું મહત્વ છે? તે હંમેશા સમજાવવાની કોશિશ કરી. તે મને પળે પળ સાથ આપ્યો,
તે મને તારા એ અહેસાસો થકી જિંદગી જીવવાની હૂંફ આપી.હું તારી સદા આભારી રહીશ,
કે તે મને આ જીવન રૂપી નયા પાર ઉતારવાની શક્તિ આપી. મને એક નવું મનોબળ આપ્યું,અને મારૂ આ
મનોબળ ને હર હમેંશ ટકાવી રાખજે.હું સદા તારી આભારી રહીશ.
આ સર્વસ્વ છે તારું છતાં, નથી તને કોઈ અહમ,એ તારી પ્રેરણાંને સદા અનુકરણ કરીશ,
અને સુખ દુઃખ રૂપ ભરેલી જિંદગી ને ભવ પાર ઉતારીશ અને પલે પલે માનતી રહીશ , તારો આભાર....
🌷હું સદા આભારી રહીશ, એ મારા માતાપિતાની, કે જેમને મને,
જિંદગી ના બધા જ પાઠ ભણાવ્યાં, જિંદગી જીવવાનું મહત્વ સમજાવ્યું,
ગમે તેવી કપરી પરિસ્થિતિ માં પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી રાખવું, તેની હમેંશા શીખામણ આપી,અને મારું મનોબળ મજબૂત બનાવ્યું.
🌷હું સદા આભારી રહીશ મારા જીવન સાથી ની કે જેને મને,
પળેપળ સાથ હોવાનો અહેસાસ અપાવ્યો.
પ્રેમ ને પ્રેમ ની ભાષા માં સમજાવવા ની હંમેશા કોશિશ કરી.
🌷હું આભાર માનીશ એ મારા બાળક નો,
કે જેને મને માતૃત્વ સુ છે?એક 'મા' તરીકે નો આ જગત માં સ્થાન સુ છે ,તેનો મને અનુભવ કરાવ્યો.
એક મા નો સંતાન પ્રત્યેનો પ્રેમ શું છે? તે મને અહેસાસ કરાવ્યો,પલે પલે ખુશ કઈ રીતે રહેવું, પોતાના ખુશ ના અસ્તિત્વ,અને પોતાના હાસ્ય ને કઈ રીતે ખીલવવું ,અને હમેંશા ટકાવી રાખવું, તેનો અહેસાસ કરાવ્યો મને.
🌷 હું મારા એ દુશ્મનો નો પણ આભાર માનીશ કે આ જગત માં એક સ્ત્રી હોવાનું દુઃખ સુ છે?તેનો મને અહેસાસ કરાવ્યો,અને તેથી મારૂ મનોબળ વધુ ને વધુ મજબૂત બનતું રહ્યું.
હું એ દરેક વ્યક્તિ નો આભાર માનીશ કે જેમને મને,મારી જિંદગી માં આવીને કાંઈક ને કાંઈક નવુ કરવાની પ્રેરણા આપી.
હું સદા આભારી રહીશ દરેક જન ની શરૂઆત થી અંત સુધી.
🌷હું, એ દરેક વ્યક્તિનો આભાર માનીશ કે જેને મારી જિંદગીમાં આવીને મને કાંઈક ને કાંઈક નવું પીરસ્યું ,અને તેથી નવું કરવાની પ્રેરણા મળી.
🌷 અને અંતમાં હું સદા આભારી રહીશ એ વાચકો ની કે, જેને, મને મારા મૂઢ બનેલા વીચારો ને ,વાચા આપી,અને એ વિચારો ને પાંખ મળી, જેથી,વધુ સારી રીતે નભ રૂપી વિચારો ના પંથે, ઉડી શકે ,અને વધુ સારૂ લખવા માટે પ્રેરણાદાયી બને.
હું સદા આભારી રહીશ......
🌹 જય શ્રી ક્રિષ્ન🌹