કદી ટીકા તો કદી પ્રસંસા કરશે જિંદગી
દરેક વળાંકે કપરી કસોટી કરશે જિંદગી
મોટી ભ્રમણા છે પ્રારબ્ધ નબળું હોવાની
સાચી દિશાનો પરિશ્રમ બદલશે જિંદગી
ઘટનાઓના સાર તટસ્થ રહી મુલવજો
હારમાં જીતની સમજ સંવારશે જિંદગી
બધી જ રમત અધૂરાં રહેલાં અરમાનોની
મળ્યું છે તે માણવામાં જ સુધરશે જિંદગી
Dr.Pratik Nakum✍️✍️✍️
🇮🇳🇮🇳🇮🇳