વિરહની આ વસમી વેળા
જન્મોનો ઇંતેજાર,
એક જીવનસાથીની આસ
એક આખા પરિવારનો ભોગ,
શુ કરી શકે કોઈ???
એક માણસ માટે!!!
વિરહને નામ મળ્યું વિદાયનું
અને ત્યાગ આપનારને સ્ત્રીનું,
રિવાજો નિભાવ્યા ને દાક્ષીણય બન્યું
તોડ્યા ત્યારે અસંસ્કારીનું બિરુદ,
આજે પણ આંખો ભીની થાય છે
જ્યારે આ રિવાજો નિભાવાય છે,
આજે પણ એ વિરહ ખૂંચે છે
જે જન્મના સબંધોને પારકા બનાવે છે.......