સુશાંત સિંહ રાજપૂત જેવા જાજરમાન અદાકારા એ suicide કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું સાંભળીને ઘણું દુઃખ થાય છે.ભગવાન તેમની આત્માને શાંતિ આપે🙏🏻
જ્યારે ખબર પડી કે સુશાંત સિંહ રાજપૂતે depression માં આવીને suicide જેવું પગલું ભર્યું છે ત્યારે depressionનો મુદ્દો ખૂબ જ ચર્ચિત થઈ રહ્યો છે ઘણા લોકો depression ને લઈને પોતાના મત પ્રમાણે કહે છે કે depression વાળી વ્યક્તિને પોતાના અંગત મિત્ર કે કોઈ સગા સંબંધી સાથે દિલ ખોલીને વાતો કરી કરવી જોઈએ પણ ડિપ્રેશન વાળી વ્યક્તિ ના મનમાં હજારો સારા ખરાબ વિચારો ચાલતા હોય છે ઘણી વાર એવા વિચારો મન માં આવે છે જે કોઈ ને ના કહી શકાય આવી વ્યક્તિ ખરેખર હંમેશા એ મૂંઝવણમાં હોય છે કે જો હું કોઈને મારા વિચારો કહીશ તો એ લોકો મને પાગલ સમજી ને મારો મજાક ઉડાવશે. આવી વ્યક્તિને કહેવું તો ઘણું હોય છે પણ એને સમજવા વાળું કોઈ હોતું જ નથી મનમાં ઘણું બધું ચાલતું હોય છે અંદર ને અંદર મુંઝાયા કરે છે માણસ પણ કોને કહે કોણ સમજે.આપણા સમાજમાં પણ depression વાળી વ્યક્તિને પાગલ માં ખપાવી દે છે અંતે suicide સિવાય એમની પાસે કોઈ રસ્તો જ રહેતો નથી.
ખરેખર કહું તો આવી વ્યક્તિ તમને તમારી આસપાસ દેખાય તો પહેલા એમને એ વાતનો વિશ્વાસ અપાવો જો કે એને કહેલી કોઈ પણ #વાતને ખોટી રીતે judeg કરવામાં નહીં આવે.એને પાગલ સમજીને એનો મજાક કરવામાં નહીં આવે.અને જો આવી વ્યક્તિ જો કોઈ સાથે #વાત ના કરી શકતી હોય તો તેને કહો કે એના વિચારો સારા હોય કે ખરાબ હોય એક ડાયરીમાં લખે સારા વિચારો ને સાચવી રાખે અને ખરાબ વિચારોને લખીને ફાડી નાખે તમારા જીવનમાં જે કાંઈ પણ સારો બનાવ થયો હોય તેને એક ડાયરીમાં લખો અને જ્યારે પણ suicide ના વિચાર આવે ને ત્યારે તે ડાયરીને વાંચવાનું રાખો તમને એમાંથી જ મદદ મળશે તો suicide ના વિચારો આવતા ઓછા થઇ જશે અને depression માંથી બહાર આવવાની પ્રેરણા તમને એમાંથી જ મળશે. સારું વાંચવાનું રાખો નવું નવું શીખવા નું રાખો લોકો સાથે હળવું-મળવું. મનગમતું સંગીત સાંભળો.કોઈ એવા વ્યક્તિની મદદ લો જે ખરેખર તમારી #વાત ને સમજી શકે🙏...Mn ♥️
#વાતોડિયું