આજે મારા આ પારેવડાંનો બીજો જન્મદિવસ...બે વર્ષ પુરા કરી અને ત્રીજા વર્ષમાં પ્રવેશ...પણ આ બે વર્ષ જાણે બે મહિના માફક પસાર થઈ ગયા...એક સડસડાટ સમય અને ઘણી બધી યાદો... તેના નખરા એની વાતો...એ મને જ્યારે કાકા કહેતા શીખી ત્યારે એની એ પહેલી સ્માઈલ...દરેક એ વાત કે જાણે જીવનમાં તમને ક્યારેય ન મળી હોય એવી ખુશીઓનો ખજાનો મને મળ્યો...મને એ કાકા કરતા જ્યારે આશીષ કહીને બોલાવે ત્યારે એના ફેસ પર જે સ્માઈલ હોય છે એ લાખો રૂપિયા દેતા પણ ન મળે એવી એની ખુશી...😊
ભગવાન તને જાજુ અને સુખરૂપ જીવાડે દીકરા...
Happy Birthday Haruda..😘😘
અને આ પ્રસંગે કવિ શ્રી Tushar Shukla સર નો ખુબ ખુબ આભાર માનવા માંગીશ કે આપે હાર્વિ માટે આ કવિતા લખી...
દીકરી મારા ઘરનો દીવો
અજવાળાંની હેલ,
દીકરી હોય ત્યાં રોજ દીવાળી ,
સુખની રેલમછેલ
મમ્મીનો તું અંશ છે બેટા,
ઓળખ તું પપ્પાની
દીકરી, તું દોલત અમારાં
સહિયારાં સપનાંની
સાથમાં તારા ગૂંથાઇ લીલી
લાગણીઓની વેલ
ખોળલે ખેલતી, મીઠડું મલકે,
શું ય વિચારતી તું ?
સુખની તારા, મનમાં મારા,
કામના કરતી હું
લક્ષ્મી જેને ઘેર પધારે,
ઝૂંપડી લાગે મ્હેલ
એક દી’ આંગણ ગૂંજશે
મીઠાં સૂર ભરી શરણાઇ
પાનેતરમાં લાડકી જાણે
લજામણી શરમાઇ
કંકુભીનાં પગલાં પાડતાં
લઇ જશે તારો છેલ.
આપણે આંગણ કંકુપગલાં ,
કોઇને કંકુથાપા
સમય કેરાં રણમાં તરશે
સ્મરણોના તરાપા
વેળ વીતે એને વાળવી પાછી
નથી હવે એ સ્હેલ
ટહુકા સૂનો માળો એવું
દીકરી સૂનું ઘર
યાદનું વાદળ મનને ઘેરે ,
નયનોમાં ઝરમર
મનના માનેલ મોરલા સંગે
જાય ઢળકતી ઢેલ
દીકરી માનો દિલ ધબકારો ,
દીકરી બાપનો શ્વાસ
ઇશ્વર એને દીકરી દેતા
જેના પર વિશ્વાસ
પાંચ આંગળીએ પરમેશ્વરને
જેમણે હોય પૂજેલ.
- તુષાર શુક્લ
Thank u so much once again sir..😊🙏
And Wish You Many Many Happy Returns Of The Day...🎉🎊
Happy Birthday Haruda..🎈🎁🎀🎂🎂🍫🍫🍬🍬
#harvi #birthdaygirl #birthday #poem #chachuandharu #GodBlessYou
#પ્રેમ
#લાગણી
#સંવેદના
#વાતોડિયું