Prem_222:
આ વર્ષ 2020 બધા માટે બહુ કપરું થઈ પડયું છે મિત્રો થઈ શકે તો દિલ ની વાતો, પરેશાની કે કોઈ મુંઝવણ હોય તો મહેરબાની કરીને મિત્રો, પરિવાર કે પછી પાડોશી સારા માણસ ને જણાવો, મારા આટલા અનુભવ માં મને ક્યારેય પણ એવું લાગ્યું નથી કે કોઈએ મારી વાત ના સંભાળી હોઈ અને તમારી પણ બધા સાંભળસે.
મિત્રો પરિવાર હસે તો બધું મળસે નઈ તો કોઈનો સહારો નઈ મળે.
દિલ તમારું ખોલો, તમે જો તમારે મોટી બહેન હોઈ તો તેને કહો, નઈ તો મોટા ભાઈ ને કહો, નઈ તો નાના ભાઈ બહેન પાસે દિલ ખોલો, યાદ રાખજો દુનિયામાં "માં" થી મોટું દિલ કોઈ પાસે હોતું નથી, તમારી દરેક તકલીફ ની સમજણ હોય છે माँ પાસે, જો એથી પણ મોટી કોઈ સમસ્યા હોય તો પાપાને સાથે રાખજો મિત્રો તમારા મનમાં જરા પણ ટેન્શન નઈ રહે.
જો કોઈ નસીબ ના માર્યા હોય તો છેલે નાલાયક લફંગુ અને ક્યારેય કામમાં ના આવ્યા હોય એવા મિત્રો ને પાસે બેસાડી seriously દિલ હળવું કરજો, મિત્રો આ દુનિયામાં એવા અનેકો ઉદાહરણો છે જે મિત્રો થકી જિંદગી બનાવી ગયા છે.
जिंदगी का लास्ट solution सूइसाइड थोड़ी ना है l
સુંશાતસિંહ રાજપુત ના આપઘાત ની ઘટના એક ખુબજ દુખ:દ ઘટના.
બહું બધી આવી ઘટનાઓ બાર આવશે મિત્રો આ મહા મારીમા લાખો લોકો ભોજન વગરના, પૈસા વગરના, તો કેટલાક લોકો સંપતિ વગરના થઈ ગયા છે ને થઈ પણ જાસે.
એક પ્રાર્થના છે મિત્રો..🙏🙏🙏
તમારાં મોબાઇલ માંથી લિસ્ટ બનાવો રોજ એક A નામ વાળા જેની પરિસ્થિતિ નબળી છે અથવા તો કામ ધંધો ચાલુ થયા નથી અથવા તો તમારા મિત્રો, સંબંધીઓ છે તેને કોલ કરો ને તેના ઘરની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરો જો તમને માલૂમ પડે કે બવ નબડી પરિસ્થિતિમાં છે તો મિત્રો તમારાથી થાય તો તમે, નઈ તો મિત્રો પાસેથી કાંઈક ને કાંઈક મદદ કરો અથવા તો સમજાવો કે સમય સમયની પરિસ્થિતિ છે ને બધું બરોબર થઈ જાસે તેનું દિલ હળવું કરવાનો પ્રયાસ કરો, ખાસ કરીને એવા લોકો જે સ્વાભિમાન થી જીવવા વાળા છે, જે કોઈ પાસે હાથ લાંબો ક્યારેય કર્યો નથી અથવા તો એવા લોકો જે એકલા રહે છે અથવા પરિવાર એકલો અટુલો રહે છે.
પછી B, C, D...રોજે બધાને એક પછી એકને કોલ કરો મિત્રો જો આમાં કોઈ એક ની પણ जिंदगी બચાવવામાં તમારો હાથ હસે તો મિત્રો પછી તમાને પણ તમારા પર ગર્વ થસે.
કહેવાય છે ને સમય સમય ની વાત છે એક સમયની છીછોરે પિકચર આપઘત ન કરવાનો તેમજ બિંદાસ્ત જીવન જીવવાનો એક સુંદર મેસેજ આપી ગઈ પંરતુ એજ પિકચર નો એક એકટર એટલે સુંશાતસિંહ રાજપુત જ્યારે આપઘાત કરી જીવન ટુંકાવી દે છે ત્યારે ખુબ દુખ ની લાગણી અનુભવાય છે.
આજે આપ સવઁને એક સુંદર મેસેજ આપવો છે,
ભલે પરિણામ ઓછુ આવે, ભલે ઘંઘામા ખોટ આવે, ભલે સંસારીક જીવનમા ચડતી પડતી આવે, કોઈ છોડીને જતુ રહે પણ હર હમેંશ આપણે આપણો હોંશલો બુંલદ રાખશુ અને ફરી નવી જીંદગી જીવીશુ.
આપણે આ વષઁ ને ખુબ મહત્વનુ સમજી ૨૦૨૧ના સારા નિમાઁણનુ સ્વપન જોવાનુ છે.જીવનમા આપઘાતનો વિચાર ક્યારેય ના કરી બસ એક નવી જીંદગીનો વિચાર કરી હમેંશ કાયઁશીલ બની જીવન જીવવુ જોઈએ.ચડાવ ઊતાર આવે, સુખ-દુખ આવે, પાસ-ફેલ થાય એને જ જિંદગી કેવાય એ સુત્રને ઘ્યાનમા રાખી જીવનની મજા માણવી.