અર્થ વિનાનાં અક્ષર ની હું રાણી છું.
તારા કંઠ માં કોયલ બની હું ગવાણી છું.
તારા સ્મિત ના સુનકારમાં હું ફસાણી છું.
તારા ચહેરા ના ભાવ માં શરમ થી ખરચાણી છું.
તારી આખો ના હાસ્ય માં હું અટવાણી છું.
તને પામવા ખાતર હું ભિડ માં ખોવાણી છું.
તારા ખિસ્સા ના કાગળ માં હું જ પુરાણી છું.
તુ પ્રેમ કરે એ ચિત્રની હું જ પટરાણી છું.
તારા વ્હાલના ભાદરવે જ હું ભીંજાણી છું.
તારી સામે જ્વાળા વિના તારા હું પાણી છું.
બધુ જ સાચું છે
ઓ ઝાલીમ બસ....!
તારી મહોબ્બત થી રિસાણી છું.
sayra...🍁