#મૂર્ખ
ભ્રમણા મા જીવવુ એટલે..કે..
મૃત્યુ થકી મુશ્કેલીઓનો અંત છે.. શુ સાચું છે..?
આત્મ હત્યા..એટલે આત્મા ની હત્યા.. આપણું ખૂન આપણે જ કર્યું એ લોજીક છે.. આપણા ગુનેગાર આપણે જ છીએ કે આત્મા ની આમ બેરહેમીથી હત્યા કરી.. શુ યોગ્ય છે એ? ના.
પણ મુદ્દો એ છે કે કોઈ એટલું સાહસ કરે કેમ? આસન નથી હોતું સ્વ ને ખતમ કરવું હિંમત જોઈએ છે..આટલી હિંમત આવે છે ક્યાંથી? કેટલાય સવાલો છે..
જવાબદારી , એકલતા, નસમજી કે દગો કોઈ ગિલ્ટ આ બધું એના પર એટલું હાવી થાય છે કે જીવ પણ જાય છે.. ખરેખર ખુબજ પીડાદાયક હોય છે સ્યુસાઈડ પહેલાના એ 2-4 મિનિટ જેમાં આ નિર્ણય લેવાય છે.
સમજાવટ કોઈની કામ નથી લાગતી જ્યારે પોતાનું મન જીદે ભરાય છે. ખૂબ વમળ જિંદગીમાં સર્જાય છે મનોસ્થિતિ ને દર્દ વલોવાય છે અને આ સ્થિતિ આવી જાયછે. કોઈ દવા કે દુવા કામ ન લાગે છે. અને છેવટે અનંત સફરે જવાય છે..
પણ એ સફર અકલ્પનિય અલૌકીક હોય છે શું ખબર કે આત્માને મારીને સ્વર્ગ પ્રાપ્ત થાય છે કે નહીં?
કોઈ જ ગેરન્ટી નથી એની ..તો શું કામ એક ભ્રમણામાં રહીને જીવન લીલા સંકેલી લેવાની અદમ્ય ઇચ્છાને આખરી ઓપ અપાય છે..
ના, આ યોગ્ય નથી જ. અરે જીંદગી છે તો દર્દ ને ખુશી રહેવાની અપડું કામ એને બેલેન્સ કરીને દર્દને સ્માઇલથી બીટ કરવાનું.. જીવન અમૂલ્ય છે આમ સાવ નજીવા કારણોસર જીવનદોર કાપશો નહીં..
એ સ્વજનોનું વિચારો જે તમારા વગર કેટલો વલોપાત કરશે..કોઈનો પુત્ર કોઈના મા-બાપ એ જીવનસાથી એ લવ પાર્ટનર એ વ્હાલા મિત્રો શુ કોઈની તમને પડી જ નથી.. કે મોતને વ્હાલું કરીને સ્વાર્થી બનો છે.ને પોતે એકલા જ અનંત રાહે નીકળી પડો છો..?
બસ બહુ થયું આ ભ્રમણામાંથી હવે બહાર આવો,સમજદાર બનો અને ઝુંબેશ ઉઠાવો..
#avoid darkness #suside