આત્મઘાતી અંત લાવ્યે આવનારી આફત ટળે?
વાત કર જ્યાં થઈ શકે ત્યાં, કોઈ મળશે જ્યાં મન મળે.
છોડ અવસાદ મનનો ને શુભ મનોરથ રાખ ભીતર,
કર શુભશુભ વિચાર તું, જો ધાર એવાં ભાગ્ય ફળે!
આપણે તો કૈંક ઈચ્છા માંય ને માંય દફનાવી!
એ ઈચ્છાનું કાંઈ નક્કી નહિ કઈ ક્યારે સળવળે.
કોઈનો પગ ખેંચવા કરતાં પગભર થવું ગમે જો,
તો, નસીબ મુજબ મળે ને દૈવયોગે જ કરમ રળે.
આપણું જેને કહીએ એ ન પણ હોય સતત સાથે,
જીવતાં શીખી જવું જાતે જ! જો કેવી કળ વળે.
~Damyanti Ashani