આજ કુદરત બની છે બળવાખોર
હવે નહીં ચાલે માનવ તારૂં કોઇ જોર
ક્યાંક છે દુકાળ તો ક્યાંક છે અતિવૃષ્ટિ
ક્યાંક છે ગરમી તો ક્યાંક છે થંડીનુ જોર
ચેતી જા ને હિંમત થી આગળ વધ
કુદરત ની રક્ષા માટે તું ના પડ કમજોર
રક્ષા કરીશ પ્રકૃતિ ની તો રક્ષા કરશે એ તારી
વૃક્ષો થી લહેરાશે લિલોતરી અહીં ચારેકોર
પશુ પક્ષી ને નવજીવન મળશે તો
સાવજ ગરજશે ને ટહુકશે કોયલ ને મોર
વર્ષા રાણી આવશે ચડીને વાદળ સવારી
ને વરસાદ થી છવાશે ચોમેર ઘટા ઘનઘોર
કુદરત થાશે રાજી તો ઘટશે ગ્લોબલ વૉર્મિંગ
પશુ પક્ષી ને માનવ મળીને કરશે કલશોર
...✍️ વિ.મો.સોલંકી "વિએમ"
#બળવાખોર