મહાદેવની દિલચસ્પ વાતોઃ શિવ-શમ્ભુ-શંકર નામનો રહસ્ય
પુરાણમાં જણાવવામાં આવેલ શિવજીની મહિમા ઉજાગર કરે છે કે કાલ પર શિવનું નિયંત્રણ છે, ન કે શિવ કાળના વશમાં, આ માટે શિવ મહાકાલ પણ કહેવામાં આવે છે. આવા શિવસ્વરૂપમાં લીન રહીને જ કાળ પર વિજય મેળવવો શક્ય છે.
સાંસારિક જીવનની નજરથી શિવ તથા કાળનો સંબંધ ગૂઢ રીતે સંકળાયેલો છે. કાળ એટલે સમયની કદર કરતા તેની સાથે વધારે સારો તાલમેલ જીવન તથા મૃત્યુ બન્ને જ સ્થિતિમાં સુખદ છે.
જેના માટે શિવભાવમાં ભસ્મ થઈ જાય છે અહમ. શિવ ભાવથી જોડાવા માટે વેદોમાં આવેલ શિવ ઉપરાંત અન્ય બે નામ શમ્ભુ તથા શંકરના અર્થને પણ સમજવો જરૂરી છે –
વેદો અનુશાર શમ્ભુ મોક્ષ અને શાંતિ આપનાર છે. ત્યાં શંકર શમન કરનાર અને શિવ મંગલ અને કલ્યાણ કર્તા. આ રીતે શમ્ભુ નામ આ ભાવ પ્રગટ કરે છે કે શાંતિની ઈચ્છા માટે શુભ ભાવ તથા કર્મોને અપનાવો. જેથી મન ભય તથા તન રોગોથી મુક્ત રહેશે. તેનાથી મનગમતા લક્ષ્યને મેળવી શકાય છે.
શંકરનો મતલબ છે શમન કરનાર. આ નામ સ્મરમ એ ભાવ જગાડે છે કે મનને હંમેશા શાંત, સંયમિત તથા સંકલ્પિત રાખો, બરાબર શંકરના યોગી સ્વરૂપની જેમ. સંકલ્પોથી મનને જગાડી રાખવાથી બધા કલહનું શમન એટલે કે શાંતિ થાય છે. તેનાથી સફળતાનો રસ્તો પણ સાફ દેખાવા લાગે છે.
શમ્ભુ તથા શંકરની સાથે શિવનામનો અર્થ અને ભાવ છે – મંગળ કે કલ્યાણકારી. તેની પાછળ કર્મ, ભાવ તથા વ્યવહારમાં પાવનતાનો સંદેશ છે.
એટલે કે જીવનમાં દરેક રીતથી પવિત્રતા, આનંદ, જ્ઞાન, મંગળ, કુશળ તથા ક્ષેમને અપનાવો , જોકે આપની સાથે બીજાનું પણ શુભ થાય એવી ભાવના રાખો. શિવનામની સાથે જ્યારે મંગળ ભાવોથી જોડાયેલ છે તો મનની અનેક બાધાઓ, વિકાર, કામનાઓ અને વિક લ્પ નષ્ટ થઈ જાય છે.
આ રીતે શિવ, શંભુ હોય કે શંકર ત્રણેય નામ હંમેશા જીવનમા સુંદરતા, સફલતા અને મહામંગલ લાવનાર છે.