નિ:સંદેહ સ્નેહ..
મુજને મુજમાંથી તુજ કંડારી શકે,
કારણ કે..
નિ:સંદેહ સ્નેહ તુજ કરી શકે.
અપૂર્ણતા, અપરિપક્વતા અને રિક્તાને
તુજ નજરઅંદાજ કરી શકે અને
મનની સુંદરતા અને પારદર્શિતાને પણ તુજ નિહાળી શકે,
કારણ કે..
નિ:સંદેહ સ્નેહ તુજ કરી શકે.
બેસૂરી જીવન રાગિણીને
સુઝબુઝની સરગમથી તુજ સ્વરબદ્ધ કરી શકે,
કારણ કે..
નિ:સંદેહ સ્નેહ તુજ કરી શકે.
વર્ષોથી ખંડિત મનમંદિરને
નવનિર્મિત કરી
આસ્થાની પ્રાણપ્રતિષ્ઠા તુજ કરી શકે,
કારણ કે..
નિ;સંદેહ સ્નેહ તુજ કરી શકે.
ન શબ્દ, ન સ્પર્શ, ન સંકેત, ન સાક્ષાતકાર,
છતાયે,
અંતરના આશીર્વાદથી
તુજ ભાગ્ય પરિવર્તન કરી શકે.
કારણ કે..
તું અને માત્ર તુજ
નિ:સંદેહ સ્નેહ કરી શકે.
-વિજય રાવલ
૧૩/૦૪/૧૬