કહે છે કે દોસ્તી અને મુહોબ્બત કિસ્મત વાળાને મળે છે તો આપણા મળવાના કારણ માટે કિસ્મતનું બેવડુ ધોરણ કામ કરી ગયુ લાગે છે
આ ઇશ્વર પણ ખરો ખેલાડી છે….પહેલા ભેટ તારી દોસ્ત રૂપે આપી પછી એને લાગ્યું કે ચાલ આ બેઉની કિસ્મતનો ખેલ કરી નાખીયે…..અને દોસ્તીને મુહોબ્બતમાં ફેરવી નાખી…
પણ સાચું કહું….આ મુહોબ્બતનું કારણ તારી કિસ્મત નથી…એની પાછળ જરૂર મારી કિસ્મતનો હાથ છે..
તને તો કશું યાદ નહી હોય…આજે આપણે મળ્યા એને પુરા ૫ વર્ષ થયા…યાદ કર એ શરૂઆતી દોસ્તીનાં દિવસો…
તને કશું લખતા નહોતું આવડતું કે મને શું લખવું એના વિશે કશું સમજણ નહોતી..
ધીરે ધીરે આપણા બંનેની સાહિત્યની સફર સજોડે શરૂ થઇ…તારી ચાલ #ઝડપી હતી…હું સાથમાં તારી ચાલી શકતી નહોતી…
થોડા આગળ ચાલ્યા પછી તને સમજાયું કે શબ્દોની ઉત્પતિ માટે પણ વિજાતિય સાથીદાર હોવો જોઇએ જેના હ્રદયગર્ભમાં શબ્દોનું ગર્ભાધાન થઇ શકે
અને બસ ત્યારથી તે મને એકલી છોડી નથી…સતત ને સતત આપણે સાથે રહ્યા..મનપૂર્વક,હ્રદયપૂર્વક,વચનપૂર્વક…
#ઝડપી