રખેને ભૂલી જો , હયાતી એ ખૂદ ની,
પછી તો,ભુલી જાય,વાતો વજૂદની;
અકળ છે કળા, સ્મૃતિ જાણે બધાની,
છે શબ્દોમાં સૃષ્ટિ જ ,દુનિયા બુધ ની;
ડૂબી ને અહીં તો, તરણ શીખવાનું,
મરી ને , અમરતા , છે દુનિયા ખૂદની;
વખત માં વહી ને, સહી સમજ પામે,
પમાડે છે ગતિએ , છે દુનિયા સૂધ ની;
છે આનંદ સહચર , એ દિલદારી દુઆ,
ને સ્પંદિત ખરે દિલ, ઉછળ ને કૂદ ની;