તને યાદ છે તે દિવસ.!?
જે આપણી જિંદગીમાં અદ્ભુત ઊગ્યો હતો,
કેવા સવારથી જ એક બીજાના વિચારોમાં ખોવાઈ ગયા હતા.!
મને તો બસ એક જ વિચાર આવ્યા કરે, તને જાણવાનો..
તારો સ્વભાવ કેવો હશે.!? તારી આદતો શું હશે.!?
આપણી એ પહેલી મુલાકાત, જે આ કોફી શોપમાં થઈ હતી.!?
એ દિવસે ખાસ તારા માટે હું શૃંગાર કરીને આવેલી,
જેમ જેમ આમને સામને થવાની ઘડી નજીક આવતી ગઈ..
તેમતેમ દિલની ધડકન વધતી ગઈ.!
કોફી શોપમાં પગ મૂક્યો ત્યારે હાઈ સ્પીડમાં ચાલતી હતી ધડકન..
અને તું આવ્યો.. આંખો તો તારા પર સ્થિર જ થઈ ગઈ.!
વ્હાઈટ શર્ટ ને બ્લેક ડેનિમ, ઓય હોય.!!
સાચું કહું તો સીટી વગાડવાની ઈચ્છા થઈ ગઈ હતી.!
તારી બોલવાની અદા મને મુગ્ધ કરતી ગઈ,
મુલાકાત પહેલી હતી,
પણ જાણે વર્ષોથી ઓળખાતા હોઈએ તેમ એકબીજાની રૂહમાં સમાતાં ગયા.!
ને કોફી શોપમાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે
તારા હાથમાં મારો હાથ હંમેશા માટે મુકાઈ ગયો હતો.
જન્મોજન્મનો સાથ નક્કી થઈ ગયો હતો તારી સાથે મારો.!!
પછી તો જિંદગીના દરેક ઉતાર ચડાવ સાથે માણ્યા આપણે,
તકલીફ પણ ક્યાં ઓછી આવી, તોય એક સૂકુન હતું દિલમાં કે તું છે ને.!!
અને હવે જીવનના આ તબક્કે એક સૂકુન છે દિલમાં,
કે જે સાથ નિભાવવાનું વચન એકમેકને આપ્યું હતું એ સુપેરે પાર પાડ્યું.!
કેટલી ખાસ બનીને આપણી એ મુલાકાત.!?
કે આજે ફરી એજ કોફી શોપમાંથી આપણે બહાર નીકળી રહ્યા છીએ વૃદ્ધ બનીને.!!