ઢીંગલી આજે રીસાઈ ગયી. ઢીંગલી ખૂબ હસતી, રમતી, ગીતો ગાતી એના ભયલા જોડે. ભયલો મોટો થઈ ગયો અને એમના મમ્મી -પાપા એ એને પરણાવી દીધો. ઢીંગલી આજે મૌન બની ગયી. ભયલો એક બીજી ઢીંગલી લાવ્યો અને ઢીંગલી આજે મૌન બની ગયી. ધીરે -ધીરે ઢીંગલી ઓની દોસ્તી થઈ. મમ્મી -પાપા, ભયલો, ઢીંગલીઓ ખુબજ ખુશ હતા.....
અચાનક....
એક વાવાઝોડું આવ્યું, અને એ વાવાઝોડામાં ઢીંગલી અને ભયલો ખોવાઈ ગયા. અને આજે એ ઢીંગલી મૌન બની ગયી. ઢીંગલી ની વેદના વધતી ગઈ, ઢીંગલી ભયલા ના પ્રેમ માટે તડપતી રહી...
પણ
એનો ભયલો આજે ઢીંગલી ની વેદના ના સમજી શક્યો.
અને ઢીંગલી આજે પાછી મૌન બની ગયી.