વાદળું મજાનું એક વરસી ગયું.
તપતી ધરતીની અગન ઠારવી ગયું,
વાદળું મજાનું એક વરસી ગયું.
વીજળી ના ચમકારા સાથે
ગગનભેદી ત્રાડ નાંખી,
મોરલાના ટહુકારે ટહુકી ગયું,
વાદળું મજાનું એક વરસી ગયું.
ચોતરફ ભીનીસોડમ પ્રસરાવતું ગયું,
કાળઝાળ ગરમી સઘળી ભરખી ગયું,
વાદળું મજાનું એક વરસી ગયું.
ક્યાંક અમીછાટણા રૂપ,
ક્યાંક મુશળધાર ધોધ બની,
ક્યાંક પવન ના સુસવાટા સાથે સરકી ગયું.
વાદળું મજાનું એક વરસી ગયું.
:- પ્રિયંકા પરમાર
5/6/2020
Friday
7.00pm