ખેડૂતો પરસેવો પાડી,
ખેતી કરીને ધાન ઉગાવે,
અને ધાન ના ઢગલા થાય,
તોય ખેડૂત બિચારો રહે,
અને વેપારીઓ તવંગર થાય,
આમાં પરસેવા ની કિંમત ક્યાં જાય.
મજુર પરસેવો પાડી,
મજુરી કરી માલ બનાવે,
અને માલ ના બોક્ષ ભરાય,
તોય મજુરો બિચારા રહે,
અને માલિકો ધનવાન થાય,
આમાં પરસેવા ની કિંમત ક્યાં જાય.
દાડિયાઓ પરસેવો પાડી,
ઊંચી ઊંચી બિલ્ડિંગો બનાવે,
અને બિલ્ડીંગો ના ખડકલા થાય,
તોય દાડિયાઓ બિચારા રહે,
અને બિલ્ડરો ને કમાણી થાય,
આમાં પરસેવા ની કિંમત ક્યાં જાય.
થાય જો પરસેવા ની કિંમત સાચી,
તો બિચારો બળવાન થાય,
અને મારો ભારત દેશ ,
રામ રાજ્ય માં ફેરવાઇ જાય
#કિંમતી