નથી કઈ બીજુ મહત્વનું મારી માટે,
બસ તારો સાથ જ મારા માટે બહુ કિંમતી....
ક્યાં કહુ છું હુ કે મને ચાંદ, તારા લાવી આપો,
બસ તારો થોડો સમય જ મારા માટે બહુ કિંમતી.....
ક્યાં કહુ છું રોજ મને ફરવા લઈ જાવ,
બસ એક ક્ષણ મારી જોડે બેસો એ મારા માટે બહુ કિમતી.....
ક્યાં કહુ છુ મને રોજ નવી નવી સૌગાતો આપ,
બસ એક પ્રેમભરી તારી ઝલક જ મારા માટે બહુ કિંમતી...
ક્યાં કહુ છુ તારી બધી ક્ષણ મને આપ,
બસ પ્રેમથી આપેલી એક ક્ષણ જ મારા માટે બહુ કિંમતી....
કહુ છુ આ "રાજુ" છે જ તારી દીવાની એટલે,
બસ તે આપેલી બધી ક્ષણ જ મારી માટે બહુ કિંમતી....
રાજેશ્વરી
#કિંમતી