***** ફિંગર પ્રીન્ટ *****
ઋત્વિજ સોફામાં બેઠો બેઠો પોતાની ગર્લફ્રેન્ડ જોડે ચેટ કરી રહ્યો હતો. આ દરમિયાન એના પપ્પાએ બે- ત્રણ વાર એને કંઇક પૂછ્યું, પરંતુ તેનું ધ્યાન ચેટિંગ માં હતું. જ્યારે એના પપ્પાએ હજુ એક વાર પૂછ્યું તો ઋત્વિજ ખીજાય ગયો અને એના પાપાને બોલ્યો કે " ના ખબર પડતી હોય તો ના વાપરતા હોય તો...!!" ત્યારે તો એના પપ્પાએ કંઈ ના કહ્યું.
થોડીવાર પછી જ્યારે એની ગર્લફ્રેન્ડએ કંઇક પૂછ્યું અને ઋત્વિજ એ ઉપર મુજબ જ કહ્યું તો એની ગર્લફ્રેન્ડ એ ગુસ્સે થઈ ને ઋત્વિજ ને બાય...!! કહી દીધું.
પછી ઋત્વિજ ને કંઇક યાદ આવતા એના પપ્પાને પૂછ્યું કે - તમે કંઇક પૂછતાં હતા?? ત્યારે એ બોલ્યાં કે - " આ તે મને તારો જૂનો સ્માર્ટ ફોન આપ્યો તો છે, પણ આમાં મારી ફિંગર પ્રીન્ટ નથી આવતી." ઋત્વિજ એ એના પપ્પાની વારાફરતી બધી આંગળી લઈ ને ફિંગર પ્રીન્ટ માટે ચેક કરી લીધી, પણ એના ફોનનાં ફિંગરપ્રીન્ટ સેન્સર એ લીધી જ નહીં. ઋત્વિજ એ એના પપ્પાના હાથ જોયા તો ખેતરમાં મજૂરી કરી કરીને એમના હાથની રેખાઓ જ ભૂંસાઈ ગઈ હતી. ત્યારે ઋત્વિજ ને ભાન થયું કે પોતાને ફિંગરપ્રીન્ટવાળો સ્માર્ટફોન મળે એટલે એના પપ્પાએ પોતાની ફિંગરપ્રીન્ટ ઘસી નાંખી હતી.