Prem _222:
ભગવાનનો માણસ🙏🏻🙏🏻🙏 બનવું બહુ સહેલું છે તો આજેથી જ આપણે શરૂવાત કરીએ...
લોકડાઉન મહદઅંશે ખૂલી ગયું છે. ડામરનાં કાળાં રસ્તાઓ ગરમીથી લાલઘૂમ બની ગયાં છે. એક આઠેક વર્ષની બાળકી ખુલ્લાં પગે ફૂલો વેચી રહી છે..
45 ડિગ્રીમાં ઉઘડાં પગે ફૂલો વેચવા પાછળની મજબૂરી કેટલી ભયંકર હશે એ વિચારીએ તોય ધ્રુજારી આવી જાય છે ! દીકરી આવતાં-જતાં સૌને ફૂલો ખરીદવા આજીજી કરી રહી છે.. આપણે ત્યાં દાનનું મહત્વ ઘણું છે પણ પરિશ્રમનું મહત્વ જરાક ઓછું છે, આવી બાળાઓને તેનાં ફૂલો વેચાતા લઈને પણ મદદ કરી શકાય..
એક સજ્જન દસેક મિનિટથી આ ઘટનાક્રમ જોઈ રહ્યાં હતાં. તેમણે બાજુની દુકાનમાંથી એક જોડી પગરખાં ખરીદી લીધાં. પેલી માસૂમ દિકરીને બોલાવીને તેને એ પગરખાંની જોડી આપી. પરસેવાથી રેબઝેબ દીકરીએ ચંપલ પહેરી લીધાં..
પગનાં શેકાતાં તળિયાને એક ઠંડક મળતાં તેનાં ચહેરા પર આનંદ છવાઈ ગયો. સહસા એ દીકરીએ કહ્યું, "બોલો, તમે ભગવાન છો ને.?" સજ્જન તો સાંભળીને દંગ રહી ગયાં. "ના, બેટા હું કોઈ ભગવાન નથી."
"તો આપ ભગવાનનાં માણસ હશો !" સજ્જન કહે- "ના દીકરી, હું ભગવાનનો માણસ પણ નથી પણ તું આવું કેમ કહ છે.?" હાથમાં રહેલાં ફૂલોને સાચવતાં એ નિર્દોષ દીકરીએ ઉદાસ થઈ કહ્યું," હું બે દિવસથી અહી ફૂલો વેચું છુ. અહીં એટલો બધો તાપ છે કે મારાં પગનાં તળિયે ફોલ્લાં પડી ગયાં હતાં. ગઈકાલે સાંજે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે ગમે તે રીતે મને ચંપલ અપાવ જેથી હું દઝાઉ નહી. આજે તમે મને ચંપલ અપાવ્યા. એટલે તમે ભગવાન જ હશો અથવા ભગવાને એમનાં માણસને મોકલ્યો છે."
દીકરી નીચે પોતાનાં નવાં પગરખાં જોઈ રહી હતી. સજ્જનની આંખોનાં ખૂણા ભીનાં થઈ ગયાં. તેમણે એ ગરીબ છોકરીનાં બધાં ફૂલો વેચાતાં લઈ લીધાં. દીકરીએ કરેલી વાત પરથી સજ્જનને આજે એક વાત સમજાઈ ગઈ કે ભગવાન બનવું અઘરું છે પણ ભગવાનનાં માણસ બનવું અતિ સહેલું છે..!!🙏🏻🙏🏻🙏
#શરૂઆત
#unknown