તું મંદબુદ્ધિ કહીને આમ ભેદભાવ કેમ કરે છે,
જીવન ને ખરા અર્થ માં તો એ મંદબુદ્ધિ જ માણે છે.
તું નાની નાની વાતે મગજ થી વર્તે,
એ મોટી મોટી વાતો માં પણ હૃદય ને પૂછે.
તું નાની નાની ઘટનાઓનો પહાડ કરે,
એ તો પહાડ જેવી મુશ્કેલી ને પણ નાનો કંકર સમજે.
તું મગજ ને ભાર આપે ને રાત દી હતાશ રહે,
એ હ્રદય ને ફોસલાવીને હરરોજ ખુશ રહે.
તું ઘણો બુદ્ધિશાળી હ્રદય ને નવ જાણે,
એ મંદબુદ્ધિ જાણી જોઈ મગજ ને અવગણે.#મંદબુદ્ધિ
લિ.ભાવેશ એસ રાવલ