તારા રંગે રંગાઈ કાન્હા તારા રંગે રંગાઈ..
આંખોથી આંખ મળી, ને તારી પ્રીતમાં બંધાઈ,
કાન્હા તારા રંગે રંગાઈ,
વાંસળીના સુર સાંભળતા નીંદર મારી ચોરાઈ,
કાન્હા તારા રંગે રંગાઈ,
રાસ રમતા તારા સંગે મને મારી જાત ભુલાઈ,
કાન્હા તારા રંગે રંગાઈ
છોડી ગયા દ્વારકાએ છતાંય આપણી પ્રીત અમર કહાઈ,
કાન્હા તારા રંગે રંગાઈ,
યોગી