#જરૂરિયાતમંદ
તું મન માં પ્રેમ નો પૂરવઠો કરીને રાખજે,
જરૂર લાગે ત્યારે ભરીને આપજે.
તારી ભક્તિ ના દિવા માં વિશ્વાસ સમું તેલ રાખજે,
જરૂર લાગે ત્યારે ભરીને નાંખજે.
તારા હૈયા માં નિસ્વાર્થતા નો ખજાનો કરીને રાખજે.
જરૂર લાગે ત્યારે દિલ ખોલીને વહેંચજે.
તું કરુણા નો વાદળ બનીને રહેજે
જરૂર લાગે તો વરસી પડજે.
Mahek Parwani