આજે સામે છે પરિસ્થિતિ એવી,
જયાં જરૂરિયાતમંદ છે સૌ કોઈ અહિ....
છે બધુ પાસે પણ નથી હમણાં કઈ અહિ,
જયાં જરૂરિયાતમંદ છે સૌ કોઈ અહિ....
લાચાર બન્યો માનવી એક કોરોનાં જેવી મહામારીથી,
જયાં જરૂરિયાતમંદ છે સૌ કોઈ અહિ....
જવા ચાહે છે બહાર પણ જઈ શક્યો નહીં,
જયાં જરૂરિયાતમંદ છે સૌ કોઈ અહિ....
પુરાયો પાંજરે પંખીની જેમ અહિ,
જયાં જરૂરિયાતમંદ છે સૌ કોઈ અહિ....
રાજેશ્વરી