*વિશ્વાસઘાત*
લગાવ્યો તમે પહેલા નેણલાનો નાદ,
પછી પાડયો એવો અંતરનો સાદ.
પ્રીતિ કરતા ન લગાડી જરાયે વાર,
શા માટે માર્યો તમે વિયોગનો માર?
મેં તો કર્યો હતો વિશ્વાસ પારાવાર ,
તમે એને નિભાવ્યો ના લગાર.
સાચી વાત જાણતા હૈયું પામ્યું હાર,
અંતરમાં મુજને દુઃખ લાગ્યું અપાર.
તમે તો મને કાંટાળી વળગાડી વાડ,
છતાંયે હું માનું છું તમારો પાડ.
હવે, શુ? જે મારે કહેવી હતી વાત,
એ તો લઈ ગઈ ઝંઝાવાત.
બસ, એટલું જ કહું છું તમને ,
કદી ન કરતા કોઈનો *વિશ્વાસઘાત*
......ઝંખના.....