સુહાગનના કંગન આજે તૂટી ગયા,
એકમેકના સાથ હવે છૂટી ગયા.
સેંથીએથી સિંદૂર એ ભૂંસી ગયા,
વદને શ્વેત વલ્કલ મને ધરી ગયા.
અખન્ડ સૌભાગ્યવતીને આજે વિધવા કહી ગયા,
અમે તો પળભરમાં જોતા જ રહી ગયા.
કેવા અજીબ છે, દુનિયાના આ રસમો રિવાજ!
જેણે ધર્યો મુજને વિધવાનો ખિતાબ.
કંગન પહેરાવનાર પિયુ પરદેશ સિધાવી ગયા,
જીવનની રાહમાં તૂટેલ કંગનના ટુકડા બિછાવી ગયા.
કંગનથી શોભતા જે હાથ એ આજે,
બાવળના થડ સમ બુઠ્ઠા રહી ગયા.
હું નર વિનાની અધૂરી નારી,
મારા કિસ્મતની આ કેવી બલિહારી !
સજતા હતા તવ કાજે અમે શણગાર,
હવે, તો બની રહી ગયા છે ભણકાર.
બદલાશે હવે એ સમાજનો વ્યવહાર?
હસ્તે મારા કોઈ આવી કંગન પહેરાવે,
આ અભાગનને કોઈ તો સુહાગન બનાવે .
ઝંખના