ભગવા રંગની એની સાડી..
કસ્તુરી ને સુખડ ની સુવાસ ભણી..
માથે જરીક ચંદન નો ચાંદલો ધરી,
ને એના ભ્રમર ની વચ્ચે...
મહેક ફેલાવતી આ *મલયજ* ની સુવાસ વળી...
મને આજે પણ વહાલી છે વૃદ્ધ થતી આ માવડી મારી...
ખીજે જે ન જમ્યા હોય એ બાબત માં..
ને ગુનાઓ પણ હસીને વીસરી જાય...
*મલયજ* જેવી શાતા આપે..
ખોળે એના સુવાડી..
મને આજે પણ વહાલી છે વૃદ્ધ થતી આ માવડી મારી...
ક્યારેક એતો જ્વાળાનો અગન ગોળો...
ક્યારેક બાળક જેવો એનો ચેહરો ભોળો...
કેટલો સુંદર લાગે ચંદનના ભૂરા રંગ જેવો..
કઠોર ભલે એનો બાહ્ય સ્વભાવ..
જેમ મંદિર માં અર્પણ *મલયજ* ...
એવો જ એનો આત્મિક પ્રભાવ...

ઝંખના