ભારતમાં ના બન્નેઉ સંતાન
તો પછી ભેદભાવ એટલો કેમ વ્યવહાર મા
એક વતન માં આવે પ્લેનમાં મફતમાં
ને બીજો જય પગપાળા આત્મનિર્ભરતા ની આડમાં
એક સાવજ રસ્તે કરે ચોકી ખાખી વરદીમાં
ને બીજો એસીમાં રમત રમી રાજકારણની ગરમીમાં
એક ભગવાન સમો ડોકટર વ્યસ્ત ઈલાજમાં
ને બીજો વ્યસ્ત પક્ષના બચાવ ને ખોટી હાંકવામાં
એક રોજી માટે ટળવાળતો લોકડાઉન માં
ને બીજો નેતા પેંશન ખાતો સરકારના ખજાનામાં
એક પૂજારીના વેશે લૂંટતો ભક્તના દરબારમાં
ને બીજો સ્વચ્છતાનો પૂજારી રખડતો લાય ગરમીમાં
(સફાઈકર્મી)
શુ આજ ભેદભાવની મનોદશા માં આજીવન રહેશે ભારતદેશ?
શું નહીં થાય કોઈ ઉદ્ધારક નવો હવે સમાજમાં?