જીવનભરના તારા સાથનું સ્વપ્ન,
આખરે ભર્યું મે એ તરફ ડગલું....
આશાઓથી ભરી ઓરડો હૈયાનો,
મે ઘરમાં મુક્યું પહેલું પગલું....
સાથે સાથે પગલાં ભરતા આ પગનું,
ધીમે ધીમે જાણે સંતુલન ખોરવાયુ....
જવાબદારીની જંજીરોમા બંધાયેલ મારું ડગલું,
તારી પાછળ પાછળ લથડવા લાગ્યું.....
તારા સપના અને તારી મહત્વકાંક્ષાઓની દોડમાં,
મારી આશાઓના ઓરડાનું બારણું જ ના ખોલાયું....