આ પૃથ્વી આપણી જ છે;હા એવું આપણે માનતા,
સ્વાર્થ સિવાય બીજું કંઈ નવ જાણતા.
જર,જમીન ને જોરૂ કાજે લડીને,
મેળવી મંજિલ પાપોની સીડી ચડીને.
રજળ્યા મૂંગા જીવો તોય ના જાગ્યા,
એક આવ્યો કીટાણુ ને જુઓ કેવા ઘેર ભાગ્યા.
સૃષ્ટિ ના મહેમાન બનીને આવેલા,
સાથે પ્રકૃતિ નો એક સંદેશ લાવેલા.
સદાય પ્રેમ અને વિશ્વાસ રાખજે,
બીજાને ખવડાવી ને જો બચે તો થોડું તું ચાખજે.
એક ભૂલાયેલું જીવન યાદ કરો,
બીજો કોઈ માર્ગ નહિ,'રાવલ' પ્રભુ નું ધ્યાન ધરો.
લિ.ભાવેશ એસ રાવલ