#માળો
આવ આપણે કરીએ ભેગા તણખલા
અને બનાવીએ એક અનોખો માળો...
તું શોધે છે જગ્યા પણ મને તો રહેવું
ફાવે છે તારા બેમિસાલ દિલ ના ખૂણે...
જોજે સંભાળજે માળાને વિખરાવા
ના દેતો નહિ તો હું તારા સથવારા વિના
થઈ જઈશ ચકનાચુર આપણે રચિશું
લયબદ્ધતા આપણાં જીવનયાત્રા ની
અને એક મજબૂત અડીખમ બનાવીશું માળો
જેમાં રહીએ આપણે એકબીજાની ઓથે...