મારે મરવું છે...હું આ લોકડાઉનથી કંટાળી ગયોછુ..મારો ધંધો હાલ ઠપ થઈ ગયો છે..હું શું કરુ! કેવી રીતે મારા પરિવારનું ભરણપોષણ કરું!
આ હું નથી કહેતો પણ એક નિરાશામાં ડુબેલ એક વયકતિ આમ વિચારે છે.
ઘરમાં પત્ની તેમજ નાના બાળકોછે
હાથ ઉપર પૈસો નથી, ઘરના રસોડામાં અન્ન નથી...કેવા સંજોગો હાલ આવીને ઉભા છે! ખરેખર દરેક માટે આ એક સળગતો સવાલ છે..
સુરતમાં એક કાપડના વેપારીએ આવા કંઇક કારણોસર પોતાના જ ઘરમાં છત ઉપર પ્લાટીકની દોરી બાંધીને પોતાના જ મોત માટે ગળામાં પહેરવા એક ગાળીઓ તૈયાર કર્યો સમય સંજોગ ને ધ્યાનમાં લઈને એક અણગમતું ને અજુગતું પગલુ તેને ભરી દીધું,
આપઘાત...દુનિયાનાને છેલ્લી સલામ.
જીવનનો અંત...લોકડાઉનથી!
ઘણા લોકોએ આવા લોકડાઉનને લીધે પોતાનો કિમતી જીવ આવી રીતે પાયમાલ કરી દીધો છે
કોઇએ ધંધા માટે, તો કોઇએ ભૂખમરાથી, તો કોઇએ નોકરી ચાલી જવાથી, તો કોઇએ કામ બંધ થઈ જવાથી...આમાં કોનો વાંક કાઢીશું!
આપણો! સરકારનો! કે કોરોનાનો!
કોઇનો જ નહી, પરંતુ આમાં એક માત્ર આપણું નિમિત જ આપણા મોતનું કારણ બનતું હોયછે.
દુનિયામાં લાખો લોકો કોરોનાથી મરે છે
શું કહીશું તેને આપણે!!!
આપઘાત કરવો ગુનો છે પરંતું લોકો થોડી પણ રાહ જોવા તૈયાર નથી બસ જયારે પણ જે વિચાર મનમાં આવી જાયછે તે તુરંત તેને અપનાવી જ લેતા હોયછે. એક સરસ વાકયછે, થોભો..વિચારો..ને..આગળ વધો...
ઉતાવળથી લીધેલ પગલું હાનીકારક બની શકેછે...તમારા માટે તેમજ તમારા પરિવાર માટે પણ 👈