What is Love? Love શું છે? શું Love એટલે પ્રેમ, પ્યાર, ઇશ્ક, મહોબ્બત જ...?? ના...!!! આ બધા તો ખાલી એના પર્યાય છે. પ્યાર એ માત્ર અઢી અક્ષરનો શબ્દ જ છે..?? ના...!!! આ અઢી અક્ષરમાં છુપાયેલી છે કોઈની અખૂટ-અનંત- અઢળક લાગણીઓ.તે પછી મા-દિકરાની હોય કે બાપ- દીકરીની, ભાઈ-બહેનની હોય કે મિત્રોની હોય કે પછી એવા યુવાન અને યુવતીની કે જે એકબીજાને માટે સર્વસ્વ હોય. Sorry...યુવાન અને યુવતી નહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ. કારણ પ્રેમને ઉંમરનું બંધન નથી હોતું. કોઈએ સાચું જ કહ્યું છે કે જેણે પ્યાર ના અઢી અક્ષરને સમજી લીધા છે તે પંડિત છે. પ્રેમ કરવામાં નથી આવતો થઈ જાય છે.આ બધામાં પણ એક પ્રેમ અલગ તરી આવે છે. આ દુનિયામાં એક તરફી પ્રેમ નામની પણ ચીજ છે સામેવાળા પાત્રને પોતાની લાગણીઓ જણાવ્યા વગર એને જ પ્રેમ કરતા રેહવાનું.સૌથી બેસ્ટ એ જ છે-one sided love. ના કોઈ રિસાય ના કોઈને મનાવવાની જરૂર પડે. બસ એક જ ભાવના હોય એ વ્યક્તિ ખુશ રહે. દિવસની શરૂઆત જ રીતે થાય કે બસ આજે જો એ દેખાય જાય તો દિવસ સુધરી જાય. દિલ અને દિમાગમાં બસ એક જ ચહેરો હોય અને એ ચહેરો જોતાં જ કે તેના વિશે વિચારતાં જ મોં પર ઓટોમેટીક સ્માઈલ આવી છે એનું નામ પ્રેમ. ક્યારેક આંખમાંથી વગર કારણે આંસુ આવી જાય, આંખો ને કોણ સમજાવે કે કોઈને પ્રેમ કરવાથી કોઈ આપણું નથી થઈ જતું.
"True love is one sided, the one which is two sided is luck."