અરે આ વેદનામાં વાણી ફુટી?
કે, મારી કિસ્મત છે કાણી ફુટી?
જૂઓ તો ખરા..
આ આગમાં રૂડી ચિનગારી ફુટી.
કેહવુ પડે હો,
આજે નસીહત ની દુનિયામાં ઉજાણી ફુટી....
શબ્દો છોડી ચાલ્યા ને મને પછી લાગણી ફુટી?
કરામત તો જુઓ ખુદાની
જેને વારતા કેહતા હતા એ મારી જ કહાણી ફુટી.!!
-છાયા મકવાણા