ફટાક દઈને ફાયદો , કદી મળતો નથી,
કર્મ નો કાયદો ,કર્યા વગર ફળતો નથી;
ધોમધખતો તાપ છે, ખરેખર તૃષ્ણા નો,
હાથે કરીને જીવ , કોઈનો બળતો નથી;
બેબાકળો બની શું, બકી જાય લવારો,
શબ્દ સાધના સોહમ, એમ મળતો નથી;
ટુટીને વિખરાઈ જશે,પીંખાશે આ માળો,
અજ્ઞાનતા માં માર્ગ , સાચો જડતો નથી
આનંદમાં હોવું, સ્વભાવિક છે સહજ માં,
ગુરુગમ ચાવી વિના ,માર્ગએ ખૂલતો નથી;