#તોફાની
આજે ગોકુળયું કેમ શાંત છે?
ક્યા ગયો તોફાની કાનુડો......
આજે ગાયો દુજણી પૂછે છે
ક્યા ગયો તોફાની કાનુડો.....
આજે ગોપીયોં કેમ ઉદાસ છે?
ક્યા ગયો તોફાની કાનુડો......
આજે જશોદા ને ક્યા ચેન છે?
ક્યા ગયો તોફાની કાનુડો.......
અરે હું તો ગોતી ગોતી થાકી રે
ક્યા ગયો તોફાની કાનુડો.....
આ મટકી માખણ કેરી પૂછે રે!
ક્યા ગયો તોફાની કાનુડો......
કોઈ રાધા ને તો પૂછો રે
ક્યા ગયો તોફાની કાનુડો......
અરે આ વાંસળી ના સુર રેલાયા રે,
આ રહ્યો તોફાની કાનુડો......
મારું મનડું મલક મલકાય રે,
આ રહ્યો તોફાની કાનુડો.....
એનું ભોળું મુખડું દીઠું રે,
આ રહ્યો તોફાની કાનુડો.....
હું તો ભાન ભૂલી દોડી રે,
આ રહ્યો તોફાની કાનુડો.......