રજની ના અંધકાર માં સંતાયેલો રવિ છે તું,
સૂરજ ની હાજરી માં છૂપાયેલ ચંન્દ્રમા છે તુંં,
ઉનાળા ની ગરમી માં પ્રસરતી ટાઢક ની લહેરકી છે તું,
અતિવૃષ્ટી ના કાળે આભ માં દેખાતી ભાનુ ની કિરણો છે તું,
સમસ્યા ના સમયે સૂઝતી કોયડા ના ઉકેલ ની કડી છે તું,
આ "મીરા" ના મન ને હરનાર એ મોહક મનોહરી છે તું!!!
- મીરા