જીવનના મધ્યાન્હમા હલેશા બની,
મઝધાર પાર કરાવે તે સાચો સાથી,
અંધારી રાતમાં આગિયા બની,
રસ્તા પર અજવાળું પાથરી દે તે સાચો સાથી,
ધોમધખતા તાપમાં હાથની છત્રી બનાવી,
છાંયો કરી દે તે સાચો સાથી,
આંસુ લૂછવા રૂમાલ નહીં પણ,
પ્રેમ ભરી આંગળીઓનો સ્પર્શ દે તે સાચો સાથી,
જીવનની પાનખરને નવપલ્લિત વસંતઋતુમાં,
ફેરવી દે તે સાચો સાથી,
મારા હર્યાભર્યા બાગ(પરિવાર)ને,
શક્તિ નું સિંચન કરી મહેકતું રાખે,
તે મારો શક્તિશાળી સાચો સાથી.
#શકિતશાળી