"અકબંધ"
વાત જાણે એમ હતી ઓછું આવ્યું છે કોઈ ઉજાસ ને,
ઓછાયું કેમ આવ્યું એ વાત જરા અકબંધ રાખી છે.
સંબંધો ને તો હતો પરસ્પર એકબીજા નો વાદ વિવાદ,
વિવાદ કેમ હતો એ વાત જરા અકબંધ રાખી છે.
દૂર થી જ દેખાય હતા આજે કોઈ શંકા ના વાદળા,
આ શંકા ની વિમાસણો એ વાત જરા શકમંદ રાખી છે.
આજ તો અવિશ્વાશ એ કર્યો હતો વિશ્વાશ પર દાવો,
એ દાવો કેમ થયો એ વાત જરા અકબંધ રાખી છે.
લૂંટયું હતું આ દિલ ને જાણે તસ્કરો એ કૈક એવી રીતે,
તસ્કરી થઈ કઇ રીતે એ વાત જરા અકબંધ રાખી છે.
વગર ઋતુ એ રચ્યો હતો વાદળો એ વરસાદી માહોલ,
આ માહોલ કેમ બંધાયો એ વાત જરા અકબંધ રાખી છે.
રહેવું તો નહોતું જ ગમતું આજ કોઈ ને બંધ બારણે,
આ બંધ બારણાં ની વાત જરા અકબંધ રાખી છે.
લે. નિરવ લહેરુ