શું થશે મારું કઈ સમજાતું નથી,
એના વગર હવે એક ક્ષણ પણ રેહવાતું નથી,
નિકાળી દીધો છે એણે હૃદય માં થી પણ મને,
હું એને મારા ખ્યાલ માં થી પણ નિકાળી નથી શકતો,
એ ખુશ ઘણી છે મને છોડી બીજા સાથે,
હું તો એક ક્ષણ પણ ખુશી થી હસી નથી શકતો,
એ ભૂલી ગઈ છે મારી સાથે વિતાવેલ દરેક ક્ષણ ને,
હું પાગલ એક ક્ષણ માટે પણ એને ભૂલી નથી શકતો,
એ તો એણે કરેલા સાત જન્મ સુધી સાથે રહેવા નાં વાયદાઓ પણ તોડી ગઈ છે,
હું તો મારો કરેલો કોઈ પણ વાયદો તોડી નથી શકતો,
એ તો છોડી ગઈ મજબૂરી છે કહીને,
હું મજબૂર છું એને છોડી નથી શકતો,
એતો જીવી રહી છે કોઈ બીજા ની સાથે મસ્ત મોજી બનીને,
હું જીવતાં જીવતાં જ મરી રહ્યો છું,
શું થશે મારું કઈ સમજાતું નથી,
એના વગર હવે એક ક્ષણ પણ રેહવાતું નથી,
પ્રેમ સોલંકી ...