જર્જરિત
ધરાશાયી થય ગયો હતો કોઈ મન કેરો માળો,
ધ્વસ્ત થઈ ગયું નજરાણું ને સપનાઓ નો લ્હાવો,
વિચારો ની નીવ પર ચણતર કર્યું હતું જીવ નું,
સર્વસ્વ લૂંટાવી દીધું ને કીધું કર્યું બસ એમનું,
જુગારી હતો એ શ્વાસ નો આત્મા ને દાવે લગાડ્યો,
ખંડિત થવા ની ભીતિ થી દેહ રડી રડી ને હાર્યો,
બર્બરતા તો જુઓ સમય ની કે યાતના ઓ આ કેવી,
આજ કાયારૂપી ઇમારત પણ જર્જરિત હાલત માં દેખાયો.
લે. નિરવ લહેરું
(ગર્ભિત)