કોણે ખર્ચ્યા બેફામ અમને તોય અમે મૌન,
અમને મળ્યા ઇશ્વર તો તમને મળ્યા કોણ ?
એજ જીવનની સાચી કમાણી,
જેમણે સાચી સમજણ કેળવી હોય !
સંસારને માણી પણ જાણે,
સાથે ત્યાગની સમજણ જાણી હોય !
સમજીને બોલ હવે કેવી છે તારી જોણ ?
અમને મળ્યા ઈશ્વર તો તમને મળ્યા કોણ ?
જ્યાં મળ્યા મનના મળતર,
ત્યાં જીવતર આખું ઘસી કાઢયુ હોય !
ખુદને ઘડ્યા હોય એવા કે,
સૌને સથવારો દઈને ચાલ્યું હોય !
મારો સ્વાર્થ મારા સ્વજનો બાકી બધું ગૌણ !
અમને મળ્યા ઈશ્વર તો તમને મળ્યા કોણ ?
©પીયૂષ કુંડલીયા