પ્રશ્નપેપરમાં માત્ર એક જ સવાલ પૂછાયો ! સો માર્કનો !!
સવાલ નીચે મુજબ હતો.
સવાલ : આફત પર નિબંધ લખો ! પછી, ટૂંકનોંધ લખો ! અને છેલ્લે એક વાક્યમાં જવાબ આપો ! (સો માર્ક).
વિદ્યાર્થી માટે તો સવાલ જ આફત જેવો બની ગયો ! આફતનું ટૂંકાણથી લઈને વિસ્તાર સુધી વર્ગીકરણ કરવાનું હતું !
નિબંધના વીસ માર્ક હતા, ટૂંકનોંધના ત્રીસ માર્ક ને એક વાક્યમાં જવાબ આપવાના પચાસ માર્ક હતા !
ઓછા શબ્દોના વધારે માર્ક મળવાના હતા. શબ્દોના પ્રયોગ પાણીની જેમ કરવાનો હતો.નિબંધમાં આડેધડ છબછબિયા કરવાના હતા, ટૂંકનોંધમાં કૂવાનું પાણી માટલામાં ભરીને સ્ટીલના ડોયા વડે પીવાનું હતું ને એકવાક્યમાં એવા શબ્દો શોધવાના હતા જાણે રેગીસ્તાનમાં ભાવ શોધતા હોય !
વિદ્યાર્થી મૂંઝાયો. આફતની શરુઆત “લંબાણથી કરું કે ટૂંકાણથી! એણે અફસોસ કર્યો કે, “કાપલી લઈને આવ્યો હોત તો સારું થાત!' અહીંયા તો પ્રશ્નપેપર જ કાપલી જેવું નાનકડું હતું : જવાબ પાનાઓ ભરીને આપવાનો હતો. પ્રશ્નપેપર નાનકડું માત્ર એક જ સવાલનું રાખીને સાહેબે કાગળને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ જવાબ આપવામાં સપ્લીમેન્ટરીના કાગળો છલકાઈ જશે એ ધ્યાન બહાર ગયું હતું ! કંઈક બચાવવા જઈએ ને સર્વનો નાશ થાય એને જ તો આફત કહેવાય છે !!
વિદ્યાર્થીએ પહેલા, વીસ માર્કનો નિબંધ લખ્યો.મારી મોમને મારા પપ્પા ‘આફત' કહે છે !ને મારા ડેડને મારી મમ્મી મુસીબત કહે છે! આ બન્ને અંગત વ્યક્તિઓના ઉદ્દબોધન પરથી મને એટલી ખબર પડી છે કે ‘આફત' અને ‘મુસીબત’ હંમેશા એક સાથે જ રહેતા હોય છે ! અથવા તો એમ કહી શકાય કે આફત આવે એટલે મુસીબત છેડે ને જોડે આવતી હોય છે. આફત માળા લઈને ઊભી હોય છે ને મુસીબત હંમેશા ઘોડે ચડીને આવે. બાળકોના જન્મ, આફત અને મુસીબતની વચ્ચે થતા મિલનથી થતો હોય છે. જન્મવું એ આફત છે અને જીવવું એ મુસીબત ! વિદ્યાર્થી નિરાશાવાદી નિબંધ લખી રહ્યો હતો. સાહેબ પેપર તપાસતા ઉદાસ થઈ ગયા........
આગળનું વાંચવા નીચે આપેલી લીંક પર જાઓ . હું ખાત્રી આપુ છું કે તમને જરુર ગમશે .
સમય પહેલા આભાર ....
Jaydip લિખિત વાર્તા "આફતનું એડ્રેસ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885604/aafat-nu-adress