એક મુઠ્ઠી અજવાળું,
ઘુમ્મસ ની પેલી પાર જોવાય ,બસ નાનો મોતી પોરવાય ,મારા અંધકાર માં જો સુરજ ઉગે ,બીજું શુ જોઈએ?
ખોબો ભરેલો હેત ,સમય ની સરકતી રેત ,
મુઠ્ઠી માં સમાય તો બીજું શું જોઈએ ?
વહેત જેટલા સપના ,ને વેઢ જેટલો ભાર ,પાંપણ ના પલકારે ઝીલાય તો બીજું શું જોઈએ ?
_નિધિ